Tuesday, August 25, 2026

 મન અરીસો 

ફરી ફરી ને જોઉ 

દેખાય તું જ!

Thursday, August 20, 2026

It's a war!

छिड़ी है जंग 

दिल-ओ-दिमाग में 

तेरे नाम से!



Thursday, August 13, 2026

Riding Two Boats at a time!

Tried to put one thought in a Haiku in three languages:

मूशकिल है
सवारी दो नाव की
मजेदार भी!

છે તો કઠણ 
સવારી બે નાવ ની 
મજાની પણ!

Let one go, they say
That's the only wise thing to do
But I want it all!

----
That's about my crazy mind. Now, let's bring some sanity here:


Read this blog on Medium when trying to search for this picture. Good one to start the day!

But my two boats are not Effort and Result. These are Effort 1 and Effort 2. I call it diversification. It does bring a little reassurance, but can be a source of inner churning. 

 




Tuesday, August 11, 2026

અઢાર વર્ષે 
ફરી લખું હાઈકુ 
કારણ કોણ?

Friday, May 20, 2011

નવુ ખમિસ
પહલો ઇંટરવ્યૂ
ચકી ચરકી!

Monday, February 25, 2008

એક ઝલકે
ચુકાવી ધડકન
દિન સફળ!

Wednesday, February 20, 2008

તત્કાલ સભા
ગહન વિચારણા
પ્રમુખ ઝોકે!

Monday, February 18, 2008

આજ પરોઢે
કલમ ના અભાવે
હાઈકુ મર્યુ!
જીવન ડૉર
આપી તુજ હાથ માં
હવે ખેંચ મા

Saturday, February 16, 2008

થોડાં હાઈકુ
અને થોડાં મુક્તક
જીન્દગી પુરી!
શું માયાજાળ
દર્દ માટે ની દવા
તે નવું દર્દ!
જીવન મારૂં
આશા-નિરાશા બેની
સંતાકુકડી!
સ્વચ્છ આકાશ
આગીયા ની જમાત
ને તારો ખર્યૉ!
એનો અવાજ
શમેલા અંગાર માં
ફરી ભડકૉ!
ઊતારૉ મલ્યૉ
હિમાલય ની ગૉદે
ગીઝર બંધ!
તારી ખામૉશી
જાણે વસંત ટાણે
કૉ હિમપાત!
ઝાકળ બીંદુ
જામ્યાં ફુલ ની પાંખે
ને મારી આંખે!
આખી દુનિયા
અડબંગો નો મેળો
ક્યાં રાવ નાખું?
ભ્રમણા ભાંગી
લગ્ન ના પ્રસ્તાવે
જિન્દગી રુઠી!

an evening..


ઢળતી સાંજ
હું, મારી એકલતા
ને તારી યાદ!
મન અરિસો
ફરી ફરી દેખાડે
અધુરા સ્વપ્ન!
લાગ્યો છે ચેપ
પળ ની નવરાશે
હાઇકુ લખુ!